મંગળવાર, 30 જૂન, 2020

Vahla Mara Haiya Ma વ્હાલા મારા હૈયામાં

Vahla Mara Haiya Ma 


રાગ - આંધળી માનો કાગળ 
વ્હાલા મારા હૈયામાં રહેજે . . ભૂલું હું ત્યાં ટોકતો રહેજે 
વ્હાલા મારા

માયાનો છે કાદવ એવો , પગ તો ખુચી જાય 
હિંમત મારી કામ ના આવે , તુજ પકડજે બાંય 
વ્હાલા મારા

મરકટ જેવું મન આ મારું , જ્યાં ત્યાં કૂદકા ખાય 
મોહ મદિરા ઉપર પીધો ને . . . પાપે પ્રવૃત્ત થાય 
વ્હાલા મારા

દેવું પતાવવા આવ્યો જગમાં , દેવું વધતું જાય , 
છૂટવાનો એક આરો હવે તો , તું છોડે તો છૂટાય 
વ્હાલા મારા

ભક્ત હૃદયનું દર્દ હવે તો ... મુખે કહ્યું ના જાય 
સોંપી મેં તો તારા ચરણમાં... થવાનું હોય તે થાય 
વ્હાલા મારા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top