Moralo Bolyo
મોરલો બોલ્યો . ... . બોલ્યો રે
દાદાના ડુંગરે દાદાના ડુંગરે ને શેત્રુંજયના ડુંગરે . . . મોરલો .
મોરલા તને ગુણલા . ... દાદાના ગાવા ગમતાં
મોરલા તું તો ટહુકારે બોલે નવકાર રે ... . મોરલો .
મોરલા તારા ટહુકા દાદાને બહુ ગમતા
મોરલા તારા મીઠા મધુરા બોલ રે મોરલો .
મોરલા તારી આભલે જડાવું આંખડી
મોરલા તારી ડોકે બંધાવું ઘૂઘરમાળા . . . . મોરલો .
મોરલા તારી સોનલે મઢાવું પાંખડી
મોરલા તારી હીરલે જડાવું ચાંચ રે . . . . મોરલો .
મોરલા તું તો આદેશ્વર દાદાનો લાડલો
મોરલા તું તો ગુણલા પ્રભુના ગાય રે . . . મોરલો .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો