Tane Rat Divas Hu Yaad Karu
તને રાત દિવસ હું યાદ કરું , શંખેશ્વર પારસનાથ પ્રભુ
તને રાત દિવસ હું યાદ કરું , મારા સ્વામી સિમંધર નાથ પ્રભુ
તારા દરિસનની હું આશ કરું , મારા દિલની તને શું વાત કરું
અંતરયામી જગ વિસરામી , સહું જીવનો પ્રભુ તુ હીત કામી
કલી કાલનો છે , કલ્પતરુ , વિતરાગ પ્રભુ છે વિઘ્નહરુ.
તને રાત . . .
મોહે ઘેર્યા લોચન મારા , કીધા નહી મેં દરિસન તારા
એથી દુઃખ ભર્યું જીવન મળીયું, બહું પાપ કરમ મુજને નડીયું
તને રાત . . .
ઓ દીનબંધુ કરુણાસાગર , શરણાગતના સ્નેહ સુધાકર
સ્વામી ભક્ત બની નમતો તુજને , દુઃખ મુક્ત તુરત કરજો અમને
તને રાત . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો