Taro Sonano Vali Rupano
તારો સોનાનો વળી રૂપાનો આ મુગટડો ચમકે છે
મુગટની કોરમોર સોહે છે કુંડળ
પ્રભુજીનું મુખડું મલકે છે ... આ .
મુખડું દેખી હૈયું મારું હરખે છે ,
તારાં નયણે સદા અમીરસ વરસે છે ,
મુગટની કોરમોર સોહે છે કુંડળ
પ્રભુજીનું મુખડું મલકે છે ... આ .
હીરા મોતીની માળ મજાની સોહે છે
મુખડા કેરી જ્યોત મજાની ચમકે છે ... મુગટની
દાદા તુજને ભેટવા દિલ તરસે છે ,
ભવના મુસાફર કરુણાદષ્ટિ ઝંખે છે ... મુગટ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો