Mahavir Sukani Thai Ne Sambhalo
મહાવીર સુકાની થઈને સંભાળ , નૈયા મધદરિયે ડોલતી ;
સાચો કિનારો કંઈક બતાવ , તું છે જીવનનો સારથિ
જીવનનૈયા , ભવદરિયે ડોલતી ,
આશાની આભમાં અંધારે ઝૂલતી ,
વાગે માયાનાં મોજાં અપાર , હાંકું તારા આધારથી ... સાચો૦
વૈભવના વાયરા , દિશા ભુલાવતા ,
આશાનાં આભલાં , મનને ડોલાવતાં .
તોફાન જાગ્યું છે દરિયા મોઝાર , હોડી હલકારા મારતી ... સાચો૦
ઊંચે છે આભ ને નીચે છે ધરતી ,
માન્યો છે એક મેં સાચો તું સારથિ ,
જૂઠો જાલ્યો આ સઘળો સંસાર , જીવું હું તારા આધારથી ... સાચો૦
કાયાની દાંડીનું કાચું છે લાકડું ,
તું છે મદારી અને હું છું તારું માંકડું ,
દોરી મેં ભક્તિની ઝાલી કિરતાર , નીકળું હું ખોટા સંસારથી ... સાચો૦
તોફાની સાગરમાં નૈયાને તારજો ,
છેલ્લી અમારી પ્રભુ અરજી સ્વીકારજો ,
પ્રભુ દર્શન દેજો તત્કાળ , છૂટું હું તારા વિયોગથી ... સાચો૦
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો