બુધવાર, 17 જૂન, 2020

Tara Vina Sansar Suno Che Jain Stavan Lyrics તારા વિના સંસાર

Tara Vina Sansar Suno Che Jain Stavan Lyrics


તારા વિના સંસાર સૂનો છે , સૂના અંતરધામ 
એક વાર મનમંદિર આવો ... . અંતરમાં આરામ
 . . . . તારા વિના . 

ભવ - ભવ ફેરા ફરતાં ફરતાં ... . તારી પ્રીત પ્રમાણી
તુજ વિરહની વેદના હૈયે ... એકલ રહ્યા રે માણી ( ૨ ) 
ભવસાગર તરવાને માટે એક જ તારું નામ 
. . . . તારા વિના . 

જાણું છું હું વિષય ... કષાયે ... અંગ મારું રંગાયું 
પાપ જીવનમાં ધોવા કાજે ગીત તમારું ગાયું 
મોહ માયાના બંધન ખોલીને ... આવશું તારે ધામ ... એક વાર . 

ક્રોડ ભલે હો દેવ જગતમાં ... મારે મન તું એક 
તારા નામે ભવજલ તરશું સેવક મનની ટેક 
વિષ‌ કટોરા દૂર કરીને પીશું અમૃત જામ 
...એક વાર ... મનમંદિર 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top