prabhu mara kanth mara kanth ma
પ્રભુ મારા કંઠમાં દેજો એવો રાગ
જેથી હું ગાઈ શકું વીતરાગ
પ્રભુ મારા સૂરમાં તું પૂરજે એવો રાગ
. . . .જેથી હું ગાઈ શકું .
જગને રિઝાવી રિઝાવી હું થાકું
ના સમજાયે સંગીત સાચું
ભરજે તું અંતરમાં એવી કંઈ આગ
. . . .જેથી હું ગાઈ શકું .
વેર ને ઝેરની વાંસળી વગાડી
ગીતો ઘમંડના ગાયા
બેસૂરો બોલે આ તનનો તંબૂરો
સૂરો બધા વિખરાયા
પ્રગટાવજે તું પ્રીતની પરાગ
. . . .જેથી હું ગાઈ શકું .
દુનિયાની માયા છે દુ:ખડાની છાયા
તોયે કદી ના મુકાતી
જ્ઞાની ઘણાયે દેખાડી ગયા પણ
દિશા હજી ના દેખાતી
ચમકાવજે તું એવો વિરાગ
. . . .જેથી હું ગાઈ શકું .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો