Dukhada Nivaro Mara
કેવાં કેવાં દુઃખડા સ્વામી , મેં સહ્યા નારકીમાં ,
એક રે જાણે છે મારો આતમા પરમાત્મા .
લબકારા લેતી કાળી વેદનાઓ સહેતા સહેતા .
વરસોનાં વરસો સ્વામી મૅ વિતાવ્યા ત્રાસમાં ,
ઇરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં
જનમ થયો રે મારો જાનવરના લોકમાં
દુઃખડાં નિવારો મારા જનમ મરણના પરમાત્મા ,
કેવા કેવા જુલ્મો વેઠયા , જાનવર બનીને સ્વામી ,
એક રે જાણે છે મારો આત્મા પરમાત્મા .
બોજો અળખામણો ને લાકડીના માર ખાતા ,
વહેતી'તી આંસુડાની ધાર મારી આંખમાં .
ઇરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં ,
જનમ થયો રે મારો દેવતાના લોકમાં .
દુઃખડાં નિવારો મારા જનમ મરણનાં પરમાત્મા .
કેવાં કેવાં મંથન સ્વામી મેં ક્યા દેવલોકમાં ,
એક રે જાણે છે મારો આતમા પરમાત્મા .
રિદ્ધિને સિદ્ધિ તોયે તમારા વિયોગે સ્વામી ,
જન્મારો ગાળ્યો જાણે ઘોર કારાવાસમાં
ઈરે મલકનું જ્યાં પૂરું થયું આયખું ત્યાં ,
જનમ થયો રે મારો માનવીના લોકમાં .
દુઃખડાં નિવારો મારા જનમ - મરણનાં પરમાત્મા .
કેવા કેવા નાટક સ્વામી , હું કરું આ જનમમાં ,
એક રે જાણે છે મારો આતમા પરમાત્મા .
મનડાની માયા કાજે ધરવા પડે છે મારે ...
ડગલે ને પગલે નવલાં રૂપ આ સંસારમાં
આરે મલકનું જ્યાં પૂરું થાય આયખું ત્યાં .
તેડાવો મુજને સ્વામી ત્યાં તમારા લોકમાં
દુઃખડાં નિવારો મારા જનમ - મરણનાં પરમાત્મા .
હે ... કેવાં કેવાં વરણન સ્વામી મેં સુલ્યા એ મલકનાં ,
અધીરો બન્યો છે મારો આતમા પરમાત્મા ,
જન્મ , જરા , મૃત્યુ કેરાં દુઃખડાંને બદલે સ્વામી ,
રહેવાનું ત્યાં તો સુખનાં શાશ્વતા સહેવાસમાં .
ચાર ચાર ગતિના ફેરા હવે નથી ફરવા મારે ,
કરવો છે કાયમનો વસવાટ , પંચમ લોકમાં ,
દુઃખડાં નિવારો મારા જનમ મરણનાં પરમાત્મા .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો