Tame Darshan Vela Dejo Jain Stavan Lyrics
તમે દર્શન વહેલા દેજો શંખેશ્વરવાળા પાર્શ્વજી
હે ... તારે રે દ્વારે હું તો આવ્યો મારા નાથજી
તમે દર્શન ...
કહો તો રે દાદા જળના કળશા લઈ આવું
તારો રે પૂજારી થઈને આવું મારા નાથજી
તમે દર્શન ...
કહો તો રે દાદા હું તો મુગટ લઈ આવું
તારો રે સોનીડો થઈને આવું મારા નાથજી
તમે દર્શન ...
કહો તો રે દાદા હું તો ફૂલો લઈ આવું
તારો રે માળીડો થઈને આવું મારા નાથજી
તમે દર્શન ...
બળતા તે નાગને તેં તો રે બચાવ્યો
આરે સંસારથી ઉગારો મારા નાથજી
તમે દર્શન ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો