Mane Koina Margno jain stavan lyrics
મને કોઈના માર્ગનો પથ્થર ના બનાવજે ,
વેરી શકું ના પુષ્પ , પણ કંટક ના બનાવજે .
લૂછી ના શકું આંસુ , કોઈને ના રડાવજે ,
સમજી શકું ના કોઈથી મુજને ના લડાવજે .
અર્પી શકું ના અમૃત , પણ વિષ ના બનાવજે ... વેરી
ઠારી શકું ના કોઈનાં અંતર , પણ દુઃખ ના અપાવજે ,
ખીલવી શકું ના ઉપવન , ઉજ્જડ ના કરાવજે ,
જીવન તણાં સો દુ : ખો , સમતાએ સહાવજે ... વેરી
વિશ્વાસ છે વીતરાગ , યાદ કરું ત્યાં આવશે ,
જાણી શકે છે અંતર , ઝાઝું ના કહાવજે ,
વિભુ વિશ્વપ્રેમ ઝરણાં , અંતરમાં વહાવજે ... વેરી
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો