સોમવાર, 29 જૂન, 2020

Manav No Janam Malyo માનવનો જન્મ મળ્યો

Manav No Janam Malyo lyrics

દુર્લભ માનવ જન્મ ને દુર્લભ ધર્મનું સાધન 
દુર્લભ દેવ ગુરુ અને દુર્લભ વીરનું શાસન 
માનવનો જન્મ મળ્યો મહાવીરનો ધર્મ મળ્યો 
આવો સંયોગ નહીં આવે ફરી વાર ; 

સંતોનો સંગ મળ્યો ભક્તિનો રંગ મળ્યો 
આવો સંયોગ નહીં આવે ફરી વાર . 

માનવનો જન્મ છે મુક્તિનું બારણું 
મહાવીરનો ધર્મ છે મુક્તિનું પારણું; 

પ્રેમનો પ્રકાશ મળ્યો જ્ઞાનનો ઉજાસ મળ્યો 
આવો સંયોગ ... 

માનવના જન્મને દેવતાઓ ઝંખતા 
સ્વર્ગના વિલાસો ઘણી વાર ડંખતા 
સુંદર આ દેહ મળ્યો જિનવરનો સ્નેહ મળ્યો 
આવો સંયોગ ... 

જન્મને ઉજાળવો છે . માનવીના હાથમાં 
ધર્મનો પ્રકાશ છે માનવીની સાથમાં 
રૂડો અવતાર મળ્યો 
જિનવર આધાર મળ્યો 
આવો સંયોગ નહીં આવે ફરી વાર .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top