Darshan Do ek Var
દર્શન દો એક વાર ... . ( ૨ ) આવ્યો તમારે દ્વાર પ્રભુજી !
નાથ નિરંજન પરદુઃખ ભંજન ... તમે છો અંતર્યામી
ભાવ ભરેલી ભક્તિ મારી ... શું છે બોલો ખામી ?
વીનવું વારંવાર ( ૨ )
ચંદનથી પણ શીતળ લાગે . . . . અમૃત જેવી વાણી
પથ્થર જેવા હૈયા સૌના . . . થાતાં પાણી પાણી
સહુના તારણહાર ( ૨ )
ચારગતિના ફેરા ફરી . . . . આવ્યો હું તારે દ્વાર
મહેર કરી મને તારો સ્વામી . . . સાર નથી સંસારે.
જાવું છે ભવ પાર ( ૨ )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો