Bhale Kai J Munjane Na Male
ભલે કંઈ જ મુજને ના મળે , બસ તું મળે તો ચાલશે .
ભલે આશા મારી ના ફળે , બસ તું ફળે તો ચાલશે . . .
વિશ્વાસ કીધો વિશ્વમાં વહાલા જીનેશ્વર આપથી ,
છૂટવા માગું છું અંતરે , ભવ - ભવ તણા સંતાપથી
દિનકર ભલેને ના બનું , દીવડો બનું તો ચાલશે . . .
ઇચ્છા મને છે એક કે , પારસ બનું કંચન બનું ,
ઇચ્છા મને રે એક કે , તારક બની ભવથી તરું .
તરી ના શકું હું ભવથી પણ , તારા ચરણમાં ચાલશે . . .
પૂજા કરીને પૂજ્યની . એ પરમપદને હું ગ્રહુ ,
પિતા મળ્યા જિનવર સમા , પારસ બની શોભી રહું ,
વારસ બની જો ના શકું , પણ દાસ થઉં તો ચાલશે . . .
તારી પ્રભુતા પામવાની હોંશ મુજ હૈયે ભરી ,
તારી પ્રતિમા થઈ જવાની ભાવના ભાવું ખરી ,
પ્રતિમા ભલે ના બની શકે , પદ પુષ્પ થઉં તો ચાલશે . . .
તું ગુણનો સાગર ભર્યો દુર્ગુણનો દરિયો હું ભર્યો ,
ધનભાગ્ય મારું એટલું સન્મિત્રની સંગત વર્યો ,
ભલે મુક્તિ મુજને ના મળે મૈત્રી ભવોભવ ચાલશે . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો