Mangal Kari Mangal Dham lyrics
મંગલકારી મંગળધામ , મંદિર તારું હે ભગવાન
મંદિર તારું હે ભગવાન , પાપોનું છે પૂર્ણવિરામ . . . .
રખડી રઝડી જે કોઈ આવે , ભાવ ધરીને શિશ નમાવે
અંતરને આપે આરામ , મંદિર તારું હે ભગવાન
કૃત્ય કરીને જે ના છુપાવે , રડતે હૈયે જે પછતાય
કાપે એના કરમ તમામ , મંદિર તારું હે ભગવાન
નમ્ર બનીને શરણું માંગે , મસ્ત બનીને તુજને ધ્યાવે
આપે એને અક્ષય નિધાન , મંદિર તારું હે ભગવાન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો