Param Purush no Panth
પરમ પુરુષનો પંથ મળ્યો છે , મનગમતો ભગવંત મળ્યો છે .
ચાલો પાવન થઈએ . . . ચાલ આપણે જઈએ
સિદ્ધાચલની યાત્રા કરવા . . . ચાલો આપણે જઈએ ;
કાંકરે કાંકરે સિધ્યા અનંતા . . . સિદ્ધસે ભાવિ અનંત
ત્રિકરણ યોગે પૂજા કરશું . . . કરશું ભવનો અંત
જગનો સાચો સંત મળ્યો છે ... મનગમતો ભગવંત મળ્યો છે ... ચાલો .
સિદ્ધાચલ સોહામણું તીરથ . . . સહુ તીરથ શિરતાજ
અલબેલો આદિશ્વર ગાજે . . . . સાહિબ ગરીબ નિવાજ
કળિયુગનો એ કલ્પ મળ્યો છે . . .
જગનો સાચો સંત મળ્યો છે ;
શીતલ છાંયે રહીએ . ... સિદ્ધાચલ
ત્રણે લોકમાં તીરથ ન એવું શ્રી સીમંધર બોલે ( ૨ )
માનવ ત્યાં જઈ દેવ બને પણ . . . સાચું અંતર ખોલે
મહાભાગ્ય ભગવંત મળ્યો છે . . . મનગમતો અરિહંત મળ્યો છે ;
ચાલો પાવન.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો