Tu Mane Bhagwan Ek Vardan Jain Stavan Lyrics
તું મને ભગવાન એક વરદાન આપી દે
જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે ...
હું જીવું છું એ જગતમાં જ્યાં નથી જીવન
જિંદગીનું નામ છે બસ બોજ ને બંધન
આખરી અવતારનું મંડાણ બાંધી દે . તું મને .
આ ભૂમિમાં ખૂબ ગાજે પાપનાં પડધમ
બેસૂરી થઈ જાય મારી પુણ્યની સરગમ
દિલરૂબાનાં તારનું ભંગાણ સાંધી દે . તું મને .
જોમ તનમાં જ્યાં લગી છે સૌ કરે શોષણ
જોમ જાતાં કોઈ અહીંથી ના કરે પોષણ
મતલબી સંસારનું જોડાણ કાપી દે . તું મને .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો