Sachu Taru Name Jain Stavan Gujarati
જોરશોરથી કર્યા કર્યું મેં , વગર વિચાર્યું કામ
રંગરાગમાં ડૂબી જઈને , વિસર્યું તારું નામ ...
હવે થયું કે ભૂલ થઈ , છે ખોટા જગનાં કામ ,
સાચું તારું નામ સ્વામી , સાચું તારું નામ .
સુખમાં લેતો સમજણ આપે , દુઃખમાં લેતા શાંતિ ,
દેહપીડામાં શાતા આપે , ભાગે મનની ભ્રાંતિ ,
અણધારેલી આપત્તિમાં એનાથી આરામ .... સાચું .
આ યુગનાં એવાં છે જીવન , કોઈ ને કોઈ ઉપાધિ
છુટકારો સૌ ઝંખે છે , પણ ઓછી ના થાય અશાંતિ
તારા નામે હળવો થાય , જીવનનો સંગ્રામ . . . . સાચું .
ભવના મુસાફિર ગુણલા ગાવે , ગાવે ગીત રસાળ ,
કર જોડીને વિનવે પ્રભુજી , ઉતારો ભવપાર ,
તારી ભક્તિ કરતાં કરતાં જાવું શિવપુર ધામ .... સાચું .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો