Pap and Prayaschit No lyrics
પાપ અને પ્રાયશ્ચિત્તનો આ
પાપ અને પ્રાયશ્ચિત્તનો આ
કેવો અજબ ચકરાવો
રોજ કરું હું પાપ અને હું
રોજ કરું પસ્તાવો ... પાપ .
પાપ કરતાં પાછું ન જોયું ...જાણે અનેરો લ્હાવો
પરમેશ્વરનો ડર ન લાગે ... ના ડર છે પરભવનો
જીવતર એળે જાતું તોયે ... ખ્યાલ નથી પરભવનો
રંગરાગની પાછળ આવે ... છે વારો રડવાનો ... પાપ અને.
ધર્મને મેં તો જીવનમાંથી જુદો પાડી દીધો
ધન પ્રાપ્તિમાં નડે ન એવો ... સગવડીયો કરી દીધો
જીવવું એવી રીતે જાણે ... કદીયે ના મરવાનો ... પાપ અને.
કાદવમાં ખરડીને કાયા પાછો ધોવા બેસું
માયામાં ડૂબકી મારીને ... પાછો રોવા બેસુ
ખબર નથી કે એક દિવસ , આ ભવસાગર ડૂબવાનો ...પાપ અને.
નાટકિયા જેવું છે હે પ્રભુ ! આખું જીવન મારું
પોપટિયાની માફક ઉચરું નામ પ્રભુ હું તારું
જન્મમરણનો ફેરો મારો કેમ કરી ટળવાનો ...પાપ અને.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો