pap karata map rakhu hot to
( રાગ - આંખડી મારી પ્રભુ )
પાપ કરતાં માપ રાખ્યું હોત તો
આજ મારી હાલત આ ન હોત જો ... . પાપ કરતાં
કર્મરાજા કોઈને મૂકતા નથી
સત્ય એ મેં યાદ રાખ્યું હોત તો . . . . પાપ કરતાં
સુખમાં રહેવું ગમે છે સર્વને
અન્યને મેં દુઃખ દીધું ના હોત જો . . . . પાપ કરતાં
જંતુને પણ જીવ વ્હાલો હોય છે
કોઈનો મેં જીવ લીધો ના હોત તો . . . . પાપ કરતાં
અન્ન ખાતા - બોલતાં કે ચાલતાં
કાળજી થોડી રાખી હોત જો . . . . પાપ કરતાં
સો ગણો બદલો મળે છે પાપનો
એ વચનને માન આપ્યું હોત તો . . . . આજ .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો