બુધવાર, 24 જૂન, 2020

Tare Dware Aavi Ne Koi તારે દ્વારે આવીને

Tare Dware Aavi Ne Koi


તારે દ્વારે આવીને કોઈ ખાલી હાથે જાય ના 
કરુણાનિધાન . . . ( ૨ ) 

આ દુનિયામાં કોઈ નથી રે તુજ સરીખો દાતાર 
અપરંપાર દયા છે તારી , તારા હાથ હજાર 
તારી જ્યોતિ પામીને કોઈ અંધારે અટવાય ના . . .
કરુણાનિધાન . . . ( ૨ ) 

શરણે આવેલાનો સાચો તું છે રક્ષણહાર 
ડગમગતી જીવનનૈયાનો તું છે તારણહાર 
તારે પંથે જનારો કદીયે ભવરણમાં ભટકાય ના . . .
કરુણાનિધાન . . . ( ૨ ) 

ખૂટે નહિ કદાપિ એવો તારો પ્રેમખજાનો 
મુક્તિનો મારગ બતલાવે , એવો પંથ મજાનો 
તારે શરણે જે કોઈ આવે , રંક પણ રહી જાય ના 
કરુણાનિધાન . . . ( ૨ ) ૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top