Prabhu Tere te Mandire
પ્રભુ તારે તે મંદિરે આવિયા
અમે તરવાને
પ્રભુ તારો છે આધાર
પાર ઊતરવાને . . . પ્રભુ .
દૂર દૂરથી અમે આવીયા
તને કહેવાને
હવે મૂકશું ના તુજ સાથ
સાથે રહેવાને . . . પ્રભુ
પ્રભુ દરિશન દેજો પ્રેમથી
સુખ દેવાને
અમે આવ્યા તમારી પાસ
આશિષ લેવાને ... . પ્રભુ
પ્રભુ ભક્તિનાં ફૂલડાં લાવિયાં
તને ધરવાને
સ્વીકારીને મારા નાથ
પાવન કરવાને . . પ્રભુ .
પ્રભુ શરણે આવેલા ભક્તોનાં
દુ : ખ હરવાને .
મુક્તિકિરણ પ્રગટાવ . . .
જગ ઉદ્ધરવાને ... પ્રભુ .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો