Prabhuji Mangu Tari Paas
પ્રભુજી માગું તારી પાસ
મારી સાંભળજે એક વાત
મને દર્શન પ્રેમથી આપજો
મારી હૈયાની વિનંતી સ્વીકારજો .
ભવોભવમાં હું અથડાઉ
હું તો જ્યાં ત્યાં ગોથાં ખાઉં
મારા ભવોભવના ફેરા મિટાવજો ... મારી .
માગું છું હું તારી પાસ
મને એક જ તારી આશ
તારું શાસન ભવોભવ આપજે ... મારી .
દર્શન દેજો દીનાનાથ
મારી વાત સાંભળજે નાથ
તારા શરણે આવેલાને તારજે
મારી હૈયાની વિનંતી સ્વીકારજે ... મારી .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો