બુધવાર, 24 જૂન, 2020

Tara Ma Prabhu Evu Shu તારામાં પ્રભુ એવું શું ?

Tara Ma Prabhu Evu Shu


તારામાં પ્રભુ એવું શું ? દોડી દોડી આવ્યો હું. . . 

મુજને એ ના સમજાતું , હૈયું શાને હરખાતું 
તારા દર્શન જ્યાં પામું મનડું મારું મલકાતું 
તારા રૂપમાં એવું શું ? દોડી દોડી આવ્યો હું . . . .

નિંદર મુજને ના આવે , ભોજન મુજને ના ભાવે 
તુજને જો હું ભેટું ના , શાંતિ મુજને થાય ના 
તારી ભક્તિમાં એવું શું ? દોડી દોડી આવ્યો હું . . . .

મારી સઘળી ચિન્તાઓ , ઘેરા દુ : ખની ઘટનાઓ 
તારા વેણે વિસરાતી વળગેલી સૌ વેદનાઓ 
તારામાં એવું શું ? દોડી દોડી આવ્યો હું. . . . . 

ત્રણ લોકનો નાથ તું , ત્રણ ભુવનનો નાયક તું 
મુક્તિમાર્ગનો દાતાર તું , મુજ જીવનો આધાર તું , 
તારા તત્ત્વમાં એવું શું ? દોડી દોડી આવ્યો હું . . . . .

1 ટિપ્પણી:

  1. પરમાત્માને જાણ્યા બાદ , એમની સર્વ જીવો પ્રત્યેની અનહદ કરુણાનો અનુભવ કર્યા બાદ એક બાળ જીવના હ્રદયકમલ ના સર્વોચ્ચ ઉદગારો આ ગીતમાં ખુબજ સફળતાથી વર્ણવ્યા છે...

    ખૂબ ખૂબ ધન્યવાદ

    જવાબ આપોકાઢી નાખો

સ્તવન સર્ચ કરો

Back To Top