ગુરુવાર, 11 જૂન, 2020

Ek Pankhi Aavine Udi Gayu એક પંખી આવીને ઊડી ગયું

Ek Pankhi Aavine Udi gayu


એક પંખી આવીને ઊડી ગયું ... એક વાત સરસ સમજાવી ગયું 
આ દુનિયા એક પંખીનો મેળો... કાયમ ક્યાં રહેવાનું છે ... 
ખાલી હાથે આવ્યા એવા ... ખાલી હાથે જવાનું છે . 
જેને તે તારું માન્યું તે તો ... અહીનું અહીં સહુ રહી ગયું ... એક 

જીવન પ્રભાતે જનમ થયોને ... સાંજ પડે ઊડી ગયું 
સગા સંબંધી માયા મૂકી ... સહુ છોડી અલગ થાતું 
એકલવાયું આતમ પંખી ... સાથે કાંઈ ન લઈ ગયું ... એક

પાંખોવાળું પંખી ઊંચે , ઊડી ગયું આ આકાશે 
ભાનભૂલી ભટકે ભવરણમાં .... માયા મૃગજળથી નાશે 
જગતની આંખો જોતી રહીને.... પાંખ વિના એ ઊડી ગયું ... એક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top