Vadal Thi Vato Kare Ucho Girnar...
વાદળ થી વાતો કરે, ઉંચો ગઢ ગીરનાર,
પાવન થઇ ડોલી રહ્યો , જયારે આવ્યા નેમ કુમાર,
રાજુલ આવી સાથ માં, છોડી સકળ સંસાર,
અમર કહાની પ્રેમ ની, ગાઈ રહ્યો ગીરનાર
જોગી થઇ ને ચાલ્યા નેમ કુમાર,
ધન્ય બન્યો રે પેલો ગઢ ગીરનાર,
વિચરે જ્યાં વિશ્વ ના તારણહાર (૨ વાર),
ધન્ય બન્યો રે પેલો ગઢ ગીરનાર,
જેને જગ કલ્યાણ ની લાગી લગન,
જીવન ની સાધના માં મનડું મગન,
અંતર માં પ્રગટે છે પ્રીત ની અગન,
આતમ ઉડે છે એનો ઉંચે ગગન (૨ વાર)
વાયરા માં વેહતી વાસંતી બહાર,
ધન્ય બન્યો રે પેલો ગઢ ગીરનાર…
જેના પ્રાણ માં થી પ્રસરે છે એવો પ્રકાશ,
ઉજાળી દીધા છે ધરતી આકાશ,
ભવ ભવ ની પ્રીતડી નો બાંધ્યો છે પાશ,
પૂરી છે રાજુલ ના અંતર ની આશ (૨ વાર)
મોક્ષે સીદ્ધાવ્યા રાજુલ નેમકુમાર,
ધન્ય બન્યો રે પેલો ગઢ ગીરનાર…
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો