બુધવાર, 3 જૂન, 2020

dukhiya ne aaram thakya ne visram દુઃખીયાને આરામ

dukhiya ne aaram thakya ne visram

દુઃખીયાને આરામ થાક્યાને વિશ્રામ 
હે પ્રભુ મહાવીર સ્વામી , એક જ તારું નામ 
જીવન છે સંગ્રામ ચાલે છે અવિરામ . . . હે પ્રભુ મહાવીર . . 

ક્ષણભરનું છે સુખ જગતમાં બાકી દુઃખની છાયા 
માટીની છે કાયા તોયે , ના મુકાતી માયા , 
ભટકુ ઠામ ઠામ ખુટે દિલની હામ . . હે પ્રભુ . . 

આ ભવસાગર પાર કરૂં હું દેજે એવી શક્તિ 
તારું નામ કદીના ભૂલું એળી દેજે શક્તિ 
જાગે આતમરામ , પામે અવિચલ ધામ  હે પ્રભુ . . 

જન્મ અને મૃત્યુની , નિરંતર ફરતી આ ઘટમાલ 
પરવશ થઈને ફર્યા કરું છું વીતે અનંતો કાળ 
પીવા ઝેરના જામ , ઝેર ભર્યા અંજામ  હે પ્રભુ . . 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top