બુધવાર, 3 જૂન, 2020

lave lave લાવે લાવે

lave lave લાવે લાવે


લાવે . . . લાવે . . .
લાવે લાવે મોતીશા શેઠ , હવણ જળ લાવે રે . . 
ન્હરાવે મરૂદેવા નંદ , પ્રભુ પધરાવે રે , 
સહુ સંઘને હરખ ન માય , ન્યવણ જળ લાવે રે , 
મ્હારા ભાઈઓને - બહેનોને હરખ ન માય , પ્રભુ પધરાવે રે . . . 

વાગે... વાગે...
વાગે છે રે વાગે છે દેરાસર વાજાં વાગે છે .
જેનો શબ્દ ગગનમાં ગાજે છે - દેરાસર 
ઝીણી ઝીણી ઘુઘરીઓ ધમકે છે . 
ઈન્દ્રાણીના પાઉ ઠમકે છે - દેરાસર 
પ્રભુ સમવસરણમાં બિરાજે છે .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top