Ek Janmyo Raj Dularo lyrics
એક જન્મ્યો રાજ દુલારો દુનિયાનો તારણહાર ,
વર્ધમાનનું નામ ધરીને ... પ્રગટ્યો તેજ સિતારો .
પૃથ્વી પરથી અંધકારનાં ... વાદળ જાણે વીખરાયાં
ગાયે ઉમંગે ( ૨ ) ગીત અપ્સરા દેવોનાં મન હરખાયાં
નારકીનાં જીવોએ નીરખ્યોઃ તેજ - તણો ઝબકારો . . . એક જન્મ્યો .
ધાન વધ્યાં ધરતીનાં પેટે ... નીર વધ્યાં સરવરિયાનાં
ચંદ્ર સૂરજનાં ( ૨ ) તેજ વધ્યાંને , સંપ વધ્યા સૌ માનવના
દુઃખના દિવસો દૂર ગયાં ને ... આવ્યો સુખનો વારો ... એક જન્મ્યો .
રંક જનોના દિલમાં પ્રસર્યું... આશ ભરેલું અજવાળું
બેલી આવ્યો ( ૨ ) ધનદુઃખિયાનો રહેશે ના કોઈ નોધારું
ભીડ જગતની ભાંગે એવો સૌનો પાલનહારો . . એક જમ્યો . .
વાગે છે શરણાઈ ખુશીની સિદ્ધારથનાં આંગણિયે
હેતે હીંચોળે ત્રિશલારાણી . . . બાલકુંવરને પારણિયે
પ્રજા બની આનંદે ઘેલી ... ઘર ઘર ઉત્સવ પ્યારો ... એક જન્મ્યો .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો