બુધવાર, 3 જૂન, 2020

O Prabhu Mahavir Swami ઓ પ્રભુ મહાવીર સ્વામિ

O Prabhu Mahavir Swami ઓ પ્રભુ મહાવીર સ્વામિ 


ઓ પ્રભુ મહાવીર સ્વામિ 
તુજને હું પોકાણું રે 
કરૂણા સાગર , પતિતપાવન , નામ તારા હજારો રે . . ઓ પ્રભુ . . . ૧ 

પાય પડીને નમન કરું છું , ચરણે શિશ ઝુકાવું છું ( ૨ ) 
તારા નયનો , માંથી વરસે 
અમૃતની એ ધારા રે ઓ પ્રભુ . . . ૨ 

જ્યાં તુ વસે છે ઓ પ્રભુ મહાવીર , ત્યાં તુ મુજને શમાવિલે 
મુજ પતિતને તારનારો 
એક તું જ સહારો રે . . ઓ પ્રભુ . . . ૩ 

તુમ બિન , પ્રભુજી મન ના લાગે , મન હરનારા કહાવો રે 
મોહનને હણનારા પ્રભુજી 
મનમોહન કહેવાયો રે . . ઓ પ્રભુ . . . ૪

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top