Tali Padine Tame Boljo
તાળી પાડીને તમે બોલો . . . જય જય પારસનાથ
તાળી પાડીને તમે બોલો . . . જય જય પારસનાથ
દાદાના દરબારે બોલજો . . . જય જય પારસનાથ
તાળી પાડીને
કળી કાળનો કલ્પતરૂ છે તારો મહિમાં ભારી
તારા શરણે આવે છે આ લાખો નર ને નારી . . . . તાળી પાડીને
તારી મારી પ્રિત પુરાણી જનમ જનમ નો નાતો
આજે તો કરવી છે મારે હૈયા કેરી વાતો
તાળી પાડીને
તું છે મારો હું છું તારો , એવો મારો દાવો
ભક્તિ કરતા મુક્તિ પામું , હૈયામાં છે ભાવો
તાળી પાડીને
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો