શનિવાર, 6 જૂન, 2020

Amas ni Andhari Rate અમાસની અંધારી રાતે

Amas ni Andhari Rate

અમાસની અંધારી રાતે , મહાન જ્યોતિ બુઝાઈ , 
ધરતી પર અંધકાર છવાયો , માનવ ગયા મુંઝાઈ , 
ત્યાં તો ગાજ્યાં દેવદુંદુભિ , દિવ્ય વાણી સંભળાઈ , 
આનંદો છે લોક પૃથ્વીના , વીરે મુક્તિ પાઈ ! ! ! 
જ્યોતિમાં જ્યોત મળી ગઈ , જ્યારે રાત થઈ ગઈ કાળી 
ઘરઘરમાં દીવડા પ્રગટાવ્યા , અંતરને અજવાળી , 
એનું નામ દિવાળી . . 

પાવાપુરીમા પ્રભુએ જ્યારે , છેલ્લી આંખડી ઢાળી . 
દેવદુંદુભિ થયાં ગગનમાં , તારક દીપ પ્રજાળી , 
એનું નામ દિવાળી ... 

આસો માસને અંતે , ભગવંતે કર્યું પ્રયાણ , 
નાશવંત આ દેહ તજીને , પામ્યો પદ નિર્વાણ , 
ધરતી પરનો સૂર્ય આથમ્યો , દિશા થઈ અંધિયારી , 
એનું નામ દિવાળી ... 

અંતિમ ઘડીએ ગુરુ ગૌતમને , દૂર કર્યા ભગવાને , 
મોહરૂપી અંધકાર ગયો , ને ઝળક્યા કેવળજ્ઞાને , 
જીવનને મૃત્યુથી જેણે , જગને દીધું ઉજાળી , 
એનું નામ દિવાળી ... 

પચ્ચીસો વરસો વીત્યાં પણ , જ્યોત હજી ઝગમગતી , 
જુગ જુગ સુધી રહેશે , દુનિયા દીપાવલી ઊજવતી , 
પરમ પાવની પ્રેમળ જ્યોતિ , દેતી પાપ પખાળી 
એનું નામ દિવાળી ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top