અમે દાન પુણ્ય કાંઈ કર્યું નહિ ને સારી ના કોઈ સિદ્ધિ
તોયે તારી પાસે માંગીએ , શાલીભદ્રની રિદ્ધિ .
શાલીભદ્ર હતો બડભાગી , રાત ને દિવસ રંગમાં રાગી
પૂર્વના પુણ્ય જાહોજલાલી , મળી હતી વણમાંગી ,
કિંતુ એક દિન બધું તજીને , એણે દીક્ષા લીધી ... તોયે .
મોક્ષ મોક્ષની રટના કરીએ , કિંતુ ઊલટી દિશા પકડીએ ,
મોજશોખના વૈભવ પાછળ , ઘેલા થઈને ભટકીએ ,
સિદ્ધિ પામવા જેવી કોઈ અમે ન કરણી કીધી ... તોયે .
દેવ અમારા છે વીતરાગી , ગુરુ અમારા પણ છે ત્યાગી .
ત્યાગનો મહિમા ગાનારા અમે , રંગરાગમાં રાગી .
એના ત્યાગી જીવનમાંથી , નથી પ્રેરણા લીધી ... તોયે .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો