ગુરુવાર, 4 જૂન, 2020

Avtar Manvi no Fari Nahi Male અવતાર માનવીનો

Avtar Manvi no Fari Nahi Male

અવતાર માનવીનો ફરીને નહિ મળે 
અવસર તરી જવાનો ફરીને નહીં મળે 
સુરલોકમાં યે ના મળે . . . ભગવાન કોઈને 
અહીંયા મળ્યા પ્રભુ તે ફરીને નહીં મળે . ... અવતાર 

લઈ જાય પ્રેમથી તને કલ્યાણ મારગે 
સંગાથ આ ગુરુનો ... ફરીને નહીં મળે .... અવતાર 

જે ધર્મ આચરીને ... કરોડો તરી ગયા 
આવો ધરમ અમૂલો ... ફરીને નહીં મળે ... અવતાર 

કરશું ધરમ નિરાંતે કહે તું ગુમાનમાં 
જે જાય છે ઘડી તે ... ફરીને નહીં મળે ... અવતાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top