સોમવાર, 8 જૂન, 2020

Andhra No Divado અંધારાનો દીવડો

Andhra No Divado અંધારાનો દીવડો 


અંધારાનો દીવડો ને તું મનડાનો મોર ,
તારી સાથે પ્રીતડી જેમ ચંદા ને ચકોર . અંધારાનો૦ 

કરુણાનો તું સાગર મોટો , તાર્યા કંઈક પ્રાણી , 
દાવાનળ કે વડવાનળ હો , શાંત કરે તુજ વાણી , 
તું છે સહુનો લાડકડો ને , તારી પ્રીતિ જોર . . . તારી0 

ક્ષત્રિયકુંડનો સ્વામી તું છે , સિદ્ધારથ શણગાર , 
ત્રીસ જ વર્ષની યુવા વયમાં , તજી દીધો સંસાર , 
નટડો હું સંસારનો પણ નાચવું તારે દોર . . . તારી0 

આજ લગી મુજ જીવન ઝરણું . અવળા પંથે વહેતું . 
ધન્ય ઘડી આ મારી , ચીતડું , તારા ચરણે રહેતું , 
ત્રણ્ય ભૂમિનો સ્વામી તું છે , ઠાકુર ચિત્તનો ચોર ... તારી0 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top