Aavjo Aavjo re parshwa prabhu
આવજો આવજો રે પાર્થ પ્રભુ આવજો રે લોલ
હું તો જોઉં તમારી વાટ વહેલા વહેલા આવજો રે
આસોપાલવના રે બાંધ્યા મેં તો તોરણિયા રે લોલ
ચંપા ગુલાબના રે લાવ્યો હું તો ફૂલડાં રે લોલ
મારા આંગણિયે પધારો આજ ... વહેલા ...
તારા રે નામની જપું છું જપમાળા
મારા અંતરમાં ઊડે સ્નેહના ફુવારા
મારી પૂરી કરજો રે આશ ... વહેલા .
બળતાં તે નાગને નવકાર આપિયો
કરુણા વહાવીને ઇન્દ્ર બનાવીયો
કાપો ભવો ભવ કેરા ફંદ ... વહેલા .
( મરુદેવા ) વામાના નંદન જગતના નંદન
અમ સહુ કરીએ તુજને રે વંદન
આવ્યો દર્શન કરવાને કાજ .... વહેલા .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો