Aankhadi Mari Prabhu
આંખડી મારી પ્રભુ હરખાય છે
જ્યાં તમારા મુખનાં દર્શન થાય છે . . . આંખડી મારી પ્રભુ .
પગ અધીરા દોડતાં દેરાસરે
દ્વારે પહોંચે ત્યાં અજંપો થાય છે . . . આંખડી મારી પ્રભુ .
દેવનું વિમાન જાણે ઊતર્યું
એવું મંદિર આપનું સોહાય છે . . . આંખડી મારી પ્રભ .
ચાંદની જેવી પ્રતિમા આપની
તેજ એનું ચોતરફ ફેલાય છે . . . આંખડી મારી પ્રભુ .
મુખડું જાણે પૂનમનો ચન્દ્રમાં
ચિત્તમાં ઠંડક અનેરી થાય છે . . . આંખડી મારી પ્રભુ .
બસ ! તમારા રૂપને નિરખ્યા કરું
લાગણી એવી હૃદયમાં થાય છે . . . આંખડી મારી પ્રભુ .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો