O Samata Na Dharnara ઓ સમતાના ધરનારા
સાખી ... મમતા નહિ મનમાં જરી . ... સમતાના ભંડાર ,
એવા શ્રી મારા વીરને વંદન વાર હજાર .
ઓ સમતાના ધરનારા ... તારા જીવન રહસ્યો ન્યારા
દુશ્મનને પણ પૂર્ણ પ્રેમથી . . . ક્ષેમકુશળ પૂછનારા
સુખદુઃખમાં તેં સમતા રાખી . તું જ ખરો મહાવીર
ઉપસર્ગોના પહાડ તૂટ્યા પણ ડગ્યો નહિ તું લગીર ... ઓ વજ્ હૃદય ધરનારા .
ચંડકોશિયો કરડ્યો પગમાં . . . ઝેર હળાહળ દીધું
ત્યારે તે તો કરણા આણી ... કંઈક સમજ એમ કીધું . ... ઓ ઝેરના જીરવનારા .
ભાન ભૂલી ભરવાડે જ્યારે . . . ખીલા ઠોક્યા કાને
રોક્યા નહિ એના હાથ લગીરે ... અડગ ઊભા નિજ ધ્યાને . ઓ હસતે મુખ સહનારા .
તારા પગનો ચૂલો કરીને . . . ઉપ૨ ખીર બનાવી
અંગે અંગ બળે પણ ... મુખ પર શીતળતા પ્રસરાવી - ઓ દવાનળ પીનારા
ગોશાળાએ કરી ઘેલછા . . . તેજોલેક્ષા છોડી
સંહારકને ક્ષમા કરીને . . . . દીધી શિખામણ થોડી ... ઓ કરુણાના કરનારા .
પ્રચંડ શક્તિ હતી છતાં પણ ... . પરમ શાંતતા ધારી
મનથી પણ નહીં દ્વેષ ચિંતવ્યો ... અજબ તિતિક્ષા તારી ... ઓ જગ - મંગલ કરનારા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો