ગુરુવાર, 11 જૂન, 2020

O Veer Taru Shashan lyrics ઓ વીર તારું શાસન

O Veer Taru Shashan lyrics 


( રાગ : આવો બચ્ચોં તુમે દીખાએ ... )
ઓ વીર ! તારું શાસન મુજને ... પ્રાણ થકી પણ પ્યારું 
તારા શાસન કાજે મરી ફીટવાની હિંમત ધારુ 
જૈનમ જયતિ શાસનમ્ ( ૨ ) 

વૈશાખ સુદ અગિયારસ દિવસે શાસન સ્થપાયું તેં તો 
ભવ તરવા કાજે એ નાવડું . . તરતું મૂકયું તેં તો 
જન્મ્યા અમે જિનશાસન માંહી . ગૌરવ એનું ધારું ... ઓ વીર ! તારું શાસન . 

ચોર લૂંટારું ડાકુ તર્યા . . . તારા આ શાસનથી 
આશા છે નિશ્વય અમે તરશુ . ભીમ ભયંકર ભવથી 
લોહી તણાં આ બુંદે બંદે ... . શાસન પ્રેમ વધારું . . ઓ વીર ! 

તુજ શાસનની રક્ષા કાજે . . કુરબાની છે મારી 
અંગે અંગે વ્યાપી ગઈ છે ... . જિનશાસન ખુમારી 
પ્રાણ અમારો ઋશ્ન અમારું ... હે વીર ! શાસન તારું . . ઓ વીર ! 

વિષયો કેરી આગને ઠારે . . . શાસનરૂપી પાણી 
પાપીને પણ પુનિત કરતી . . . વીરની મધુરી વાણી 
૨ગરગમાંહી નસનસ માંહી . . . . વસજો શાસન તારું . . . ઓ વીર ! 

જુગજુગ સુધી જગહિત કાજે જીવો આ જિનશાસન 
એના ચરણે ધરશું અમે આ તનમન ને નરજીવન 
શાસન કેરી જ્યોતિ કાપે . . . . પાપતણું અંધારું .... ઓ વીર ! 

શાસનકેરી ભક્તિ કરતાં ... દેહ ભલે છૂટી જાતો 
મોત મળે શાસન ખાતર તો ... અંગે હરખ ન માતો 
જયવંતુ જિનશાસન પામી ... લાગે જગ આ ખારું  .... ઓ વીર !

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top