શનિવાર, 6 જૂન, 2020

Aa Jagni Maya Chhodi Ne આ જગની માયા છોડીને

Aa Jagni Maya Chhodi Ne 


આ જગની માયા છોડીને વૈભવને તરછોડી 
જોગી થઈને જાય મહાવીર . . . જોગી થઈને જાય 
તનડાના સગપણ તોડી ... મમતાથી મનડું મોડી 
જોગી થઈને જાય મહાવીર . . જોગી થઈને જાય  

રાજપાટથી પરવારીને વાટ લીધી જંગલની 
અંગે અંગે ભરી ભાવના દુનિયાના મંગલની 
નારીને એણે વિસારી . . . તજિયા સો સંસારી
 ... જોગી થઈને જાય . 

વનવગડાના ઘોર ભયંકર એણે મારગ વીંધ્યા 
હસતે મુખડે કષ્ટ સહીને એણે વિષડાં પીધાં 
અન્ન અને જળ ત્યાગી ... એ તો મુક્તિનો અનુરાગી
... જોગી થઈને જાય . 

ચંદનબાળા ચંડકોશિયા સહુને લીધા ઉગારી 
જીવો અને જીવવા દો મંત્ર રહ્યા લલકારી 
સતનું સંગીત ગાયું એણે ... પ્રેમનું અમૃત પાયું 
... જોગી થઈને જાય .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top