શનિવાર, 6 જૂન, 2020

Ami Bhareli Nazru અમી ભરેલી નજરું

Ami Bhareli Nazru અમી ભરેલી નજરું


અમી ભરેલી નજરું રાખો ... મહાવીર શ્રી ભગવાન રે 
દર્શન આપો દુઃખડાં કાપો ... મહાવીર શ્રી ભગવાન રે 
ચરણ કમળમાં શીશ નમાવું ... વંદન કરું મહાવીર રે 
દયા કરીને ભક્તિ દેજો... મહાવીર શ્રી ભગવાન રે 
હું દુઃખિયારો તારે દ્વારે ... આવી ઊભો મહાવીર રે 
આશિષ દેજો ઉરમાં લેજો ... મહાવીર શ્રી ભગવાન રે 
તારા ભરોસે જીવન નૈયા ... હાંકી રહ્યો મહાવીર રે 
બની સુકાની પાર ઉતારો ... મહાવીર શ્રી ભગવાન રે 
ભક્તો તમારા કરે વિનંતી ... સાંભળજો મહાવીર રે
મુજ આંગણમાં વાસ તમારો ... મહાવીર શ્રી ભગવાન રે 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top