શનિવાર, 6 જૂન, 2020

Aash Bharine Aavyo Swami આશ ભરીને આવ્યો સ્વામી

Aash Bharine Aavyo Swami આશ ભરીને આવ્યો સ્વામી 


આશ ભરીને આવ્યો સ્વામી 
ભક્તિમાં નવિ રાખું ખામી 
પૂરજો મારી આશ ... ઓ શંખેશ્વરા 
રાખજે મારી લાજ ... ઓ શંખેશ્વરા . 

તાર હો તાર હો પ્રભુજી 
હું તો જેવો છું તેવો તમારો 
કોઈ નથી અહીં મારું 
પ્રભુ આપી દે મુજને સહારો 
પાર કરો ... ઉદ્ધાર કરો ... 
મુજ જીવન નૈયાને ... ઓ શંખેશ્વરા . 

ભાન ભૂલી ગયો છું 
સન્મતિ તું મુજને દેજે 
રાહ ભૂલી ગયો છું 
મને રાહ બતાવી દેજે 
માયા કેરી આ દુનિયામાં 
રઝળી પડ્યો છું આજ ... ઓ શંખેશ્વરા .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top