બુધવાર, 3 જૂન, 2020

AHINSA NA AADESHO અહિંસાના આદેશો

AHINSA NA AADESH અહિંસાના આદેશ


અહિંસાના આદેશો અપનાવીને 
શાંતિના માર્ગે જાવું રે 
મહાવીર પ્રભુ તમારા જેવા મારે થાવું 
ઓ વીર પ્રભુ તમારા જેવા મારે થાવું 

ચંડકૌશિકના નાગના જેવા 
ઝેરી ને વેરી નથી થાવું ... ઓ વીર . 

અને રે . . . દુમનને પણ દોસ્ત બનાવીને 
ત્યાગી વીતરાગી મારે થાવું રે મહાવીર પ્રભુ . 

ભરવાડે ખીલા કાનમાં ઠોક્યા . 
એવા અનાડી નથી થાવું . . . ઓ વીર . 

અને રે ... . તમારા જેવા ધ્યાન ધરીને 
સમતાધારી મારે થાવું રે . . મહાવીર પ્રભુ . 

જૂઠી દુનિયામાં રાગ ને દ્વેષમાં  
મારે નથી અટવાવું ... ઓ વીર . 

અને રે . . . દીનદુઃખિયારાની સેવા કરીને 
સેવાભાવી મારે થાવું રે ... મહાવીર પ્રભુ .

તમારે શરણે આવીને મારે 
બીજે ક્યાં હવે જાવું ... ઓ વીર . 

અને રે . ... ચંદના જેવી ટેક ધરીને 
એવા ટેકધારી મારે થાવું રે 

નેમ રાજુલ જેવા સંયમ ધરીને 
સંયમધારી મારે થાવું ... ઓ વીર .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top