Ho Jai Jai Kaar | હો જો જય જય કાર
જીનશાસનનમાં જનમ લઈને સફળ કીધો અવતાર રે . .
જય જય ( ૮ ) હો . જો . .
આકાશે જેમ સૂર્યચંદ્ર તેમ , વીર પ્રભુ છે મારા
તુજ દરિસણ કરવાને કાજે , પ્યાસા નયન અમારા
તું છે તારણહાર - પ્રભુજીનો
કરૂણા સામે કર્મરાજાનો , જંગ હવે ખેલાશ
પાવનકારી એ કરૂણાથી આતમ સૌ રંગાશે
ભવસાગરથી ઉગાર - પ્રભુજીનો
ભાઈ ભગિની આંસુ વહાવે , લેશ દયા ના આવે
કરૂણાના આ પાવનપંથે , તુજ વિચરવા લાગે
છોડી દીધો સંસાર - પ્રભુજીનો
પ્રભુના પંથે સંયમ લઈને , શાસન જયોત જલાવી
પિતૃભાતુના નામ દીપાવ્યા , માની કુખ ઉજાળી
લાગ્યો જગત અસાર - પ્રભુજીનો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો