બુધવાર, 3 જૂન, 2020

AJVALA DEKHADO અજવાળાં દેખાડો

AJVALA DEKHADO અજવાળાં દેખાડો 


અજવાળાં દેખાડો . અંતર દ્વાર ઉધાડો 
પ્રભુજી . . . અજવાળાં દેખાડો ... 
પ્રભુજી . . . અંતરદ્વાર ઉઘાડો . 

કામ ક્રોધ મને ભાન ભુલાવે 
માયા મમતા નાચ નચાવે 
સત્ય માર્ગ ભૂલી ભટકું છું 
રાત સૂઝે ના દહાડો . . પ્રભુજી . 

વિપદાના વાદળ ઘેરાતા 
મને અશુભ ભણકારા થાતા 
ચારે કોર સંભળાતી મુજને 
આજ ભયંકર રાડો . . . . પ્રભુજી .

નરક નિગોદથી તેં પ્રભુ તાર્યો 
અનંત દુઃખોથી મુજને ઉગાર્યો 
એક ઉપકાર કરો હજી મુજ પર 
જનમ મરણ ભય ટાળો ... પ્રભુજી . 

જન્મ જીવનના તમે છો ત્રાતા 
તમે પ્રભુ મારા ભાગ્ય વિધાતા 
એક ઉપકાર કરો હજી મુજ પર 
નહિ ભૂલું ઉપકારો . . પ્રભુજી .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top