અરિહંતના ધ્યાને અરિહંત બની Arihant Na Dhyane Arihant Bani
અરિહંતના ધ્યાને અરિહંત બની જશો
જિનની ભક્તિ કરતાં કરતાં જિન બની જશો
વીર પ્રભુના ધ્યાને મહાવીર બની જશો
જિનની વાણી સુણતાં સાચા જૈન બની જશો
. . . . અરિહંતના .
આ સંસારે ભમતાં ભમતાં ચાહે પ્રાણી સુખને
સુખની પાછળ દોટ મૂકે પણ પામે ભારે દુઃખને
પ્રભુનાં ચરણે રહેતાં રહેતાં સુખી બની જશો ... જિનની .
સ્વારથની આ દુનિયા કેવી સુખમાં ભાગ પડાવે
કોઈક દુઃખમાં દૂર થાય તો કોઈક વધુ રિબાવે
પ્રભુના પંથે વહેતાં વહેતાં સંત બની જશો . . . જિનની .
પરમકૃપાળુ તુજને પામી બીજે શાને જાવું
ભ્રમર બની ઈયળની પેરે એક જ તુજને ધ્યાવું
વીર પ્રભુને ગાતાં ગાતાં મહાન બની જશો ... જિનની .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો