મંગળવાર, 2 જૂન, 2020

આંગણે નાચે મોર

angana nache mor jain satvan આંગણે નાચે મોર જૈન સ્તવન 



હે . . . ચૈત્ર સુદ તેરસની વસંતે , રંગ નવો ઊભરાઈ ગયો 
ક્ષત્રિયકુંડ નગરની માંહે , કોયલનો કલશોર થયો . 

હે . . . સિદ્ધારથ ને ત્રિશલા હરખે , ત્રણે લોક પ્રકાશ થયો 
વિશ્વ ઉદ્ધારક તારકનો ત્યાં , બાળક રૂપે જન્મ થયો 

આંગણે નાચે મોર અને ટોડલે બોલે ઢેલ 
આમ્રકુંજમાં કોકિલાઓ , ટહુકી કરે ગેલ 
સૃષ્ટિ સારી મલકી ઊઠી , પુષ્પો ઠેર - ઠેર 
આનંદ આજે ત્રિલોકનો , ઝળકી ઊઠ્યો મહેલ 
ભારત ભૂમિનો આજે , સૂરજ ઊગ્યો 
ત્રિશલા કૂખે પુત્રનો જન્મ થયો ...

હરખે આજે રાજા ને , હરખે સૌ પ્રજા 
બંદીજનો છૂટી ગયા , મળી રે રજા 
નારકીના જીવે જાણી , આનંદની લહેર
વીર તારા જનમની , આજ છે રે મહેર 
આકાશે તેરસનો ચંદ્ર ઊગ્યો 
ત્રિશલા કુખે પુત્રનો જનમ થયો ... 

દિકુમારી કરવા આવી , તેમનો વિવેક 
દેવો સહુ દોડ્યા મેરુ , કરવા અભિષેક 
ચૈત્ર સુદ તેરસની એ હતી મધરાત 
ધરતી ઉપર ઊતર્યો મારો ત્રિલોકનો નાથ 
ઘર ઘરમાં આનંદનો ઉત્સવ થયો 
ત્રિશલા કૂખે પુત્રનો જન્મ થયો ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top