Be Ghadi ni aa Maya Jain Stavan Lyrics
સાખી .
સાખી .
ધન વૈભવ ને કીર્તિ ગઈ , કર્યા કુટુંબથી વેર .
રગરગમાં છાઈ રહ્યા , તને જુવાનીનાં ઝેર .
જેવી કરો તમે કરણી , એવી ભરો તમે ભરણી
હંસા રે . . . બે ઘડીની આ માયા .
હે પત્ર લખ્યો તે વાંચી જાણું પણ કર્મો તે વાંચ્યાં કેમ જાયે .
હંસા રે ... બે ઘડીની આ માયા .
ઘરનો દીવડો કોઈ ઘર પ્રગટે ને ઘરમાં અંધારું ઘોર ( ૨ ) .
વિષયવાસનામાં લપટાયો , બન્યો પ્રભુનો ચોર . ( ૨ )
આ જુઠી છે દુનિયાદારી , એમાં પાપ - પુણ્યની બારી
હે વસ્ત્ર ફાટ્યું તે તાણી જાણું , પણ કાળજા તે તુક્યા કેમ જાયે ?
હંસા રે . . બે ઘડીની આ માયા .
હંસા જાવું એકલા નહીં કોઈનો સંગાથ
ચાર દિવસનું ચાંદરડું ને પછી ઘોર અંધારી રાત
ફૂલશધ્યામાં પોઢનારા એમાં શું ફુલાયે
માટીમાં માટી મળી જશે રે . . . .
આ દુનિયા દોરંગીલી માનવ એમાં શું લોભાયે
અભિમાન પલકમાં ઢળી જશે રે . . .
તારે જીવવાની આશા ઘણી , તું એક ફૂકનો ધણી
હે તારે રે ધાર્યું થાય નહીં મનવા ધાર્યું ધણીનું થાયે
હંસા રે . . . બે ઘડીની આ માયા . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો