Tu to che Antaryami Prabhuji Jain Stavan Lyrics
તું તો છે અંતર્યામી પ્રભુજી અમે તને શું કહીએ
તું જ કહે કે સ્વામી , તુજને છોડીને ક્યાં જઈએ ...
છોડીને ક્યાં જઈએ ઓ પ્રભુ ! તને છોડીને ક્યાં જઈએ
ઠામઠામ ભટકીએ કિન્તુ ક્યાંય અમે ના ઠરીએ ...
તારા જેવો કોઈ ના દીઠો , મનડાને તું લાગે મીઠો
કરુણા સાગર હે તીર્થકર શરણું તારું લઈએ ...
તું જ અમારો મુક્તિદાતા , તારા શરણે મળતી શાતા
નિર્મળ થઈને નમ્ર બનીને કીર્તન તારું કરીએ ...
હે પરમેશ્વર ! તું વીતરાગી તારા દર્શનના અમે રાગી
શક્તિ નથી પણ સ્વામી અમે તો ભક્તિ તારી કરીએ ...
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો