Jivan Mahasagarma Evu jain stavan Lyrics
જીવનના મહાસાગરમાં એવું... આવ્યું પાપનું પૂર રે
મહાવીર તારા મારગથી ... અમે લાખો જોજન દૂર રે
સિદ્ધિના શિખરે સ્થાન ક્યાં તારુંને , ક્યાં છે અમારી તળેટી
વિરાટને કહો કેમ કરીને જંતુ શકે ના ભેટી
સૂરજના તેજ પાસે પેલા તારલિયાનું શું નૂર રે . . . . મહાવીર .
સંકટને ઉપસર્ગો સામે કેવી સમતા તારી
મોહ ને મમતામાં અમે રમતાં ... કરીએ મારામારી
તું વીતરાગી... અમે રંગરાગી .... વિલાસમાં ચકચૂર રે ... . મહાવીર .
નિર્મળ ગંગા જેવી તારી . . . પાવનકારી વાણી...
કાળાધોળા કૂડકપટથી ... કરીએ કાળી કમાણી
તું કરુણાસાગર ને અમે તો કાળજાના નિષ્ફર રે ... મહાવીર .
તારા ને અમારા વચ્ચે .... અંતર કેટલું મોટું
તોયે નિરંતર ભરિયે અમે તો ... પગલું ખોટું ને ખોટું
તેમ છતાંયે ઉર અમારા . ઝંખે તને જરૂર ... મહાવીર .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો