Chandkachiya Na Jeva jer utary
ચંડકૌશીનાં જેવાં ઝેર ઉતાર્યા , એવાં ઝેર અમારાં ઉતારો
ચંદનબાળાને દીધાં અજવાળાં , એવાં તેજ પ્રસારો . . .
કાનમાં તમારા ખીલાં ઠોકાણાં , તોય ન ક્રોધે ભરાણા
કાનમાં અમારા કોઈ કડવાં વચન કહે , લડવામાં શુરાને રાણા
ગૌતમ કેરો ગર્વ મિટાવ્યો , એવો ગર્વ મિટાવો . . .
ચાળો કરીને આવ્યો ગોશાળો , ગુરને જ ભાંડતો ગાળો
તેજોલેશ્યાથી પ્રગટાવી જ્વાળો , પોતે બની ગયો કાળો
એ અપકારી પ્રભુ તમે ઉપકારી , એવી કરણા વહાવો . . .
તારા પગનો ચૂલો કરીને , ઉપર ખીર બનાવી
અંગેઅંગ બળે પણ મુખ પર , શીતળતા પ્રસરાવી
વૈરીની સાથે વહાલ કરીને , મુક્તિનો પંથ બતાવ્યો
એવો પંથ બતાવો . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો